મેળવ તું તારા જીવનનો મેળ
તારાં કર્મો તને તો કામ લાગ્યાં છે
મુશ્કેલીઓ આવી જીવનમાં અનેક
હરિનાં હેત તો સદા વરસ્યાં છે
વેળા-વેળાએ, વળાંક મળે જીવનને
સંજોગ જીવનમાં જેવા આવે છે
મુશ્કેલીમાં મારગ બને મુશ્કેલ
સંયમ ને વિવેક જ્યાં ચૂક્યા છે
અંધકારે તો પ્રકાશ જ્યાં ના પહોંચે
તારા પ્રકાશ તો ત્યાં પહોંચ્યા છે
ઊંડો ના ઊતરજે બહુ કર્મોના જળમાં
ઊંડાણ એનાં બહુ ઊંડાં છે
પ્રેમ ને ત્યાગથી તરશે તું કર્મમાં
વહેણ તો એનાં બહુ છૂપાં છે
કર્મો તો જીવનમાં એક જ છે સાચાં
દ્વારે ‘મા’ ને જે પહોંચાડે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)