સુખમાં તો સહુ આવશે દોડી, દુઃખમાં છે તારું કોણ
સફળતામાં વાહ-વાહ પોકારે, નિષ્ફળતામાં લેશે મુખ ફેરવી
તપતા સૂરજ સામે આંખ મટકે, ડૂબતા સૂરજ પર વેધક દૃષ્ટિ નાખે
લીલોતરીમાં સહુ તો સાથે, વેરાનમાં તો છે તારું કોણ
વરસતા વરસાદે સહુ નહાશે, જળ સીંચી તો નહાશે કોણ
તૈયાર ભાણે સહુ કોઈ બેસે, રસોઈ તૈયાર તો કરશે કોણ
સુખમાં છત્ર સહુ ધરશે, તાપમાં છાંયડો દેશે તને કોણ
સુખનો આશરો સહુ શોધે, દુઃખમાં આશરો દેશે તને કોણ
અધવચ્ચે તો સહુ છોડશે, છેવટે સાથે આવશે કોણ
તારા કીધાં તું સાથે લેશે, મનમેળ એમાં તો ન હોય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)