તારી જાગૃતિમાં તો માડી, સૃષ્ટિ રચાય
તારી પલકમાં તો માડી, પ્રલય સમાય
તારા શ્વાસે-શ્વાસે તો શક્તિ રેલાય
તારી આંખોમાંથી સદા, અમૃત છલકાય
તારા શબ્દે-શબ્દે માડી, બ્રહ્મનાદ સંભળાય
તારી આંખમાં તો માડી, સારું વિશ્વ સમાય
માનવ કંઠે-કંઠે માડી, તારાં ગાન ગવાય
ભક્તિ ભાવે ભીંજાતાં માડી, તારાં ભાવો ઊભરાય
તારાં ચરણો તો સદા, ભક્ત દ્વારે તો જાય
તારા હાથ તો માડી, દેતાં કદી ના અચકાય
અણુ-અણુભી, શક્તિથી તારી શક્તિ મપાય
ગુણલા તારા ગાતાં, એક મુખે ના પહોંચાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)