તારી ઉદારતાનો નહિ પાર રે માડી, તારી ઉદારતા
આવે તારી પાસે, કંઈ ને કંઈ તો માગતા
પૂરે તો તું સદા સહુના મનની આશ – તારી…
આવે તારે દ્વારે તો કંઈક સંતાન માગતા
દે ત્યારે તું તો માડી ખોળાનો ખૂંદનાર – તારી…
આવે તારે દ્વારે રે માડી, કંઈક લક્ષ્મીના લાભે
દેતા સર્વેને રે માડી, ખૂટે ના તારી ટંકશાળ – તારી…
કર્મ કરીને ખોટાં, ખાયે તો માયાનો માર
વહાલથી આવકારે તું, હરે તું એનો ભાર – તારી…
પાપીઓ પાપ આચરી, આવે તારી પાસે થાકી
બાળી, સર્વ પાપ એનાં, કરે તું તો ઉદ્ધાર – તારી…
અશાંત જીવો, વિચારોથી અટવાઈ આવતા
દઈ હૈયે શાંતિ, મૂકી માથે પ્રેમાળ હાથ – તારી…
ભક્તો જ્યારે તારી ભક્તિમાં, ભૂલે જગનું ભાન
દેવા દર્શન તું દોડી આવે, આવે તું તત્કાળ – તારી…
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)