ધરતી ને અંબર તો તું ખૂંદી નાખ
જીવનના સારને તો તું શોધી રાખ
તારા મુખને તો જીવનમાં સદા હસતું રાખ
સુખદુઃખ આવે, હૈયેથી એ ખંખેરી નાખ
જનમે, જનમે, જનમ તો મળતા રહેશે
માનવજનમ તો ક્યારેક પમાય
મળ્યો છે માનવજનમ દુર્લભ આજ
સુકૃત્યોમાં લાગી જઈ, સાર્થક એ કરી નાખ
રાત ને દિન વીતતા જાય, સમય વીતતો જાય
આળસ તો હૈયેથી ખંખેરી નાખ
કુંદન જેવી કાયા પણ મળશે રાખમાં
કર્મોથી સાર્થક કરજે, આવશે એ તો સાથ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)