શોભા રહેશે શું એમાં તો તારી માતા
શરમ છોડી જો માગવું પડે, તારી પાસે તો માતા
કરે છે ઊભા, સદા સંજોગ તું તો એવા - શરમ...
જગાવી ઇચ્છાઓ, સદાય અવનવી હૈયામાં - શરમ..
લોભ-લાલસા જગાવી, ખૂબ સદા હૈયામાં - શરમ...
મળ્યું, દીધું ઘણું, સદાય લાગે તો ઓછું - શરમ...
કદી કુંદન કાજે, કદી અન્ન કાજે, કદી તો કીર્તિ કાજે - શરમ...
બાળક, જુવાન કે વૃદ્ધ, સહુ છે એમાં તો સરખા - શરમ...
જાણીએ છીએ, કે એક જગમાં છે તું તો દાતા - શરમ...
રાજા, રાય કે રંક, સહુ માગવામાં છે એકસરખા - શરમ...
વિધ-વિધ માગણી, જરૂરિયાતો જાગે કરજે પૂરી માતા - શરમ...
કાકલૂદીભરી કરું અરજી આજે, દેજે દર્શન તો તારાં - શરમ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)