હૈયાનો પ્રવાહ ક્યાંય ને ક્યાંય તો રહેશે વહી
કદી નરમાં, કદી નારીમાં, તો વહેશે કદી એ બાળમાં
સૂકા એવા હૈયામાં, જાશે ક્યારે ને ક્યારે તો ફૂટી
કદી કઠણ બની એ, કદી પ્રવાહ બની વહી જાતી
નીચતાને દઈ ભુલાવી, કરાવશે એ ઊર્ધ્વગતિ
પ્રવાહ અટકે જ્યાં હૈયાનો, પથ્થર જાશે એ બની
સંસાર રહે લીલોછમ, રહ્યો છે એથી એ ચાલી
દે છે એ તો હૈયાને, તનને ને મનને તો તાજગી
પ્રવાહને વહેવા માટે તો, બહુ હરકત નથી પડી
પ્રભુ કાજે વહે એ જ્યારે, છે એ તો ધન્ય ઘડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)