જીવને તને તો દીધું ઘણું-ઘણું
રે બદલામાં તું કંઈ દેતો જા, દેતો જા, તું કંઈ દેતો જા
દઈ શકે ભલે કંઈ ના બીજું
એક નજર મીઠી તારી તું દેતો જા, તું દેતો જા
માતા-પિતાએ તનબદન તને તો દીધું
બદલામાં તું કંઈ દેતો જા, દેતો જા, તું કંઈ દેતો જા
ગુરુએ તને જ્ઞાન તો દીધું
બદલામાં તું કંઈ દેતો જા, દેતો જા, તું કંઈ દેતો જા
ધરતીએ અન્ન તને તો દીધું ઘણું
બદલામાં તું કંઈ દેતો જા, દેતો જા, તું કંઈ દેતો જા
વર્ષાએ જળ તને તો દીધું ઘણું
બદલામાં તું કંઈ દેતો જા, દેતો જા, તું કંઈ દેતો જા
ઝાડવાએ ફળફૂલ દીધાં તો ઘણાં
બદલામાં તું કંઈ દેતો જા, દેતો જા, તું કંઈ દેતો જા
સંતોએ સમાજને તો દીધું ઘણું
બદલામાં તું કંઈ દેતો જા, દેતો જા, તું કંઈ દેતો જા
કુદરતે માનવને દીધું તો ઘણું
બદલામાં તું કંઈ દેતો જા, દેતો જા, તું કંઈ દેતો જા
માતાએ તને તો જીવન દીધું
બદલામાં તું કંઈ દેતો જા, દેતો જા, તું કંઈ દેતો જા
દઈ શકે ના ભલે કાંઈ બીજું
એકવાર નામ તું એનું લેતો જા, તું લેતો જા, તું લેતો જા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)