જીવનમાં તો જીદ સારી નથી
તોય લીધી છે જીદ, તારાં દર્શનની મેં તો માડી
છોડાવજે જીદ કાં તો મારી, કાં છોડજે જીદ તું તો તારી
ઘૂમ્યો ખૂબ જીવનમાં, માયામાં તારી
જગાવી તારાં દર્શનની એક આશા માડી – છોડાવજે…
વેડફાઈ ગઈ જિંદગી તો ખોટી
સુધારવા દેજે જિંદગી હવે તો બાકી – છોડાવજે…
ચક્કર તો યુગોથી રહ્યું છે ચાલુ
હવે તો એ તોડવા દેજે માડી - છોડાવજે…
દયા તો નથી ઝંખતો આજે તો માડી
ઝંખું છું એક શક્તિ તો તારી – છોડાવજે…
દીધો છે માનવદેહ બહુ મુશ્કેલીથી
કરવા દેજે સાર્થક એને તો માડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)