એક તો છે સદાય હાથમાં માનવના
સુખી થવાનો ઉપાય
કરતા રહેવું કર્મો હસતાં-હસતાં
લેતા રહેવું તો ‘મા’ નું નામ
જાગે ચિંતા જાણે-અજાણે હૈયામાં
દેવી સોંપી ચરણમાં ‘મા’ ના સદાય
અલૌકિક એવા ‘મા’ ના સદ્દગુણોમાં
નિત્ય પરોવી દેવું ધ્યાન
કર્તાપણાનું સદા ભાન ભૂલીને
‘મા’ ને સદા કર્તા જગની જાણ
ભેદભાવ હૈયેથી દેજે સદા મિટાવી
સહુમાં એક સરખી ‘મા’ ને જાણ
‘મા’ વિના તો જગમાં કાંઈ નથી
ધરવો સદાય હૈયે આ વિશ્વાસ
ભાવથી સદાય એ તો રાજી રહેતી
ભરવા હૈયે સાચા ભાવ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)