માનવને અન્યનો કાબૂ, પોતા પર તો સદા ખટકે
શાને કાજે વિકારોનો કાબૂ, પોતા પરનો તો વીસરે
ધાર્યું-ધાર્યું, સદા બદલી, પોતાનું ધાર્યું એ સમજે
સાચ તરફ દોટ મૂકીને, જૂઠનો આશરો શાને ધરે
પરિસ્થિતિનો સ્વીકાર કરી, મારગ નવ કોઈ મળે
સમજીને સામનો કરીને, કાબૂ એના પર જો મેળવે
શક્તિશાળી છે ‘મા’ નું સંતાન, હાથ જોડી શાને બેસે
મુક્ત વિહરવા, મુક્ત બનવા, જંગ સદા એ તો ખેલે
ઝંખી મુક્તિ, ગણજે પ્યારી, અન્યની ના વિસરજે
સહન સદા કરી અન્યને, સહાય પ્રભુની લેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)