રે મારો શામળિયો સરકાર (2)
રાતદિન રાખે એ તો, સહુની દરકાર - રે...
નથી રે જગમાં કંઈ રહેતું, એની દૃષ્ટિ બહાર - રે...
ગોધન ચરાવ્યા, ચરાવ્યા એણે, છે એ નંદકુમાર - રે...
રાસ ટાણે બને રંગીલો, મારો એ ચક્રધાર - રે...
ભીડે પડે ભક્તો જ્યારે, દોડે એ તો કરવા વહાર - રે...
રથ હાંક્યો કુરુક્ષેત્રે એવો, પામ્યા કૌરવ તો હાર - રે...
ટચલી આંગળિયે ગોવર્ધન તોળ્યો, છે એ ગોવર્ધનધાર - રે...
તૂટે આધાર જગના, ના તૂટે એના છે એ તો જુગદાધાર - રે...
ડૂબતી નાવને એ તો તારે, છે એ તો તારણહાર - રે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)