માણી લેજે તું તારા અસ્તિત્વની તો ખુમારી
અસ્તિત્વમાં તો જઈને પૂરો રે સમાઈ
રેખા તેજ ને અંધકારની તો જાશે રે ભુલાઈ
ભેદ વહાલાના ને વેરીના તો જાશે વિસરાઈ
સૂઝશે ના ત્યાં તો કરવી કોની ભલાઈ કે બૂરાઈ
ના સ્પર્શસે, સુખદુઃખ તને ત્યાં તો કાંઈ
ના લાગશે ત્યાં કોઈ જુદા, રહેશે ના કોઈ જુદાઈ
ધીરે ધીરે તો જાશે, તારા અસ્તિત્વની ધારા તો ભૂંસાઈ
ભીતરના ભેદ તો જાશે ખૂલી, મળશે ત્યાં સાચી ખુદાઈ
પૂર્ણ છે ત્યાં તો પૂર્ણ છે તું, મળશે પૂર્ણમાં પૂર્ણ તો સમાઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)