છતી આંખે અંધ બની, ફરીશ જગમાં તો ક્યાં સુધી
અંજામ બુરાનો આંખે જોયો, પહોંચ્યો ન વિચાર, શું એ હૈયા સુધી
ખાલી હાથે જગમાંથી જાતા જોયા, ભરીશ ભાર તો તું ક્યાં સુધી
પાપે પીડાતા કંઈકને જોયા, રહીશ કરતો પાપ તો તું ક્યાં સુધી
લોભમાં કંઈકને ડૂબતા જોયા, લોભમાં રહીશ ડૂબ્યો તો ક્યાં સુધી
માનવ બની શું ખાલી રહેશે, મળશે માનવ જનમ ક્યાં સુધી
સદ્દવિચાર જાગે ના હૈયે, કરશે ના અમલ એનો ક્યાં સુધી
વેર, વાસના કરે હેરાન સહુને, રાખીશ ભરી હૈયે તો ક્યાં સુધી
માયામાં ડૂબતા રહ્યા સહુ, રાખીશ બંધ આંખ એમાં ક્યાં સુધી
દૃષ્ટિ સામે તો પ્રભુ સદા રહે, ના જોઈશ તું એને ક્યાં સુધી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)