ચિંતા તો ઉપરવાળી કરે, જગની ચિંતા તું શાને કરે
મોકલ્યા જગમાં તો જેને-જેને, હિસાબ એનો છે એની પાસે
દીધા મહેલો કે ઝૂંપડી કંઈકને, સમજણ એની ના સમજાયે
હજાર હાથે દઈ શકે, ના દેવામાં કંઈક તો મતલબ હશે
હૈયે સદાયે જેને ભાવ વસે, ભાવહીન તું શાને એને ગણે
છે વ્યવસ્થા એની કેવી રે, એક ઇશારે તો જગ ચલાવે
કર્તા-કારવતા જગની રહે, ભક્તો પાસે તો દોડી આવે
સુખદુઃખમાં ભી એ ડુબાડે, ડુબાડી પાછા બહાર કાઢે
દીધેલ એની બુદ્ધિથી તો તું, આજે તો એને આપે
ના માંગતા ભી જે દે છે, માંગતા ના દે, ના સમજાયે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)