ઉત્કંઠા ભી તો સારી છે, જિજ્ઞાસા ભી તો સારી છે
બને જ્યાં એ તો શંકા, દાટ એ તો વાળે છે
પ્રેમ ભી તો સારો છે, પ્યાર ભી તો સારો છે
બને જ્યાં એ તો વાસના, દાટ એ તો વાળે છે
ઝરણાં ભી તો સારા છે, વહેતા નીર ભી તો સારા છે
બને જ્યાં એ તો પૂર, દાટ એ તો વાળે છે
જ્ઞાન ભી તો સારું છે, ચર્ચા ભી તો સારી છે
વાવે જો એ બીજ વેરના, દાટ એ તો વાળે છે
સંયમ ભી તો સારા છે, નિયમો ભી તો સારા છે
જગાવે જ્યાં એ તાણ હૈયામાં, દાટ એ તો વાળે છે
ધન ભી તો સારું છે, લક્ષ્મી ભી તો સારી છે
જગાવે જ્યાં એ લોભ હૈયામાં, દાટ એ તો વાળે છે
શક્તિ ભી તો સારી છે, બળ ભી તો સારું છે
ઘૂમે જ્યાં એ અહં સાથે, દાટ એ તો વાળે છે
કૃપા ભી તો સારી છે, દયા ભી તો સારી છે
બનાવે જો એ પાંગળો, દાટ એ તો વાળે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)