કોટિ કોટિ છે ઉપકાર તારા, કર વધુ એક ઉપકાર
દઈ તારા ચરણમાં સ્થાન, દે ભુલાવી આ સંસાર
ઘરબાર લાગે લૂખા, સંસાર લાગે લૂખો, મળે ના જો તારો પ્યાર
નથી જોઈતું મને બીજું રે માડી, દઈ દેજે મને તારો થોડો પ્યાર
છું વાસનાનો જીવ હું તો, જગાવ દર્શનની વાસના અપાર
તારી ભક્તિ વિના રે માડી, લાગે છે જગ તો શૂનકાર
છીએ અટવાયા માયામાં ખૂબ, દેખાય ચારે તરફ અંધકાર
ફેંકજે કૃપાનું કિરણ તારું એવું, દેખાય અંધકારે તારો ચમકાર
રહ્યો છે સમસ્ત સૃષ્ટિમાં વ્યાપી, વ્યાપી રહ્યો તારો રણકાર
એ રણકારમાં મસ્ત બનું, કરજે રે માડી આ ઉપકાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)