થાશે ના કર્મો નિર્મળતાથી રે, હશે બંધાયા હાથ જો વિકારોથી
લાખ યત્નોએ ના હટે વિકારો, ના થાજે હતાશ તું હૈયેથી
રાખ યાદ હૈયે સદા, તૂટે કાળમીંઢ પથ્થર ભી જળધારાથી
કરે પવન ભી બિસ્માર રે, હાલત તો કંઈક મહેલોની
ઊઠશે તોફાન વિકારોના હૈયામાં, કરશે હાલત બિસ્માર હૈયાની
પાણી પહેલાં પાળ બાંધી લે, છે જરૂર તો આ સમજદારીની
ના રહેઠાણ છે જગમાં સાચું, સાચું છે તો જગમાંથી વિદાય લેવાની
ભાર લઈ જાશે તું કેટલે, છે શી જરૂર, ભાર એ ઉઠાવવાની
ના છૂટે એ આસાનીથી, માંગે એ તો સમર્થ પુરુષાર્થની
ધીરે ધીરે બનીને નિર્મળ, કર કર્મો તું નિર્મળતાથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)