|
View Original |
|
નથી કરી ફરિયાદ પાસે તો તારી
નથી કરવી ફરિયાદ તને તો માડી
બની મસ્ત છે વ્યાપી તું, જગના અણુએ અણુમાં
દેજે મસ્તીમાં મને મસ્ત એવો બનાવી
સુખી તું સદા રહેજે રે માતા
સદા સુખી રહેવા દેજે રે મને
જાગે જો દુઃખ તુજ હૈયે રે માતા
ત્યારે તું મને બોલાવી લેજે
ફર્યો હું તો ખૂબ જગમાં
મળ્યું ના સ્થાન કોઈ સાચું
પહોંચું જ્યારે તારી પાસે રે માડી
સ્થાન ચરણમાં થોડું તો દઈ દેજે
સમસ્ત સૃષ્ટિ પરે છે દૃષ્ટિ તો તારી
જોજે રહે તુજ પર દૃષ્ટિ તો મારી
ક્ષણભર પણ દૃષ્ટિ તો તારી
હટાવી ના દેજે મુજ પરથી તો માડી
નથી વિશાળ હૈયું રે મારું
છે વિશાળ હૈયું તો તારું
નાના મારા હૈયામાં રે માડી
વાસ ત્યાં તારો સદા કરી લેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)