હજાર હાથવાળી બેઠી બેઠી ઉપર તો ચિંતા કરે છે તારી
એકવાર તો પોકાર કર તું, હૈયેથી રે માડી માડી
પડતા આખડતા, લે છે સદાયે, એ તો સંભાળ તારી - એકવાર...
સદા માફ કરતી આવી છે રે, બધી નાદાનિયત તો તારી - એકવાર...
શ્વાસે-શ્વાસે ને પળે-પળે, સદા કરે છે એ રખવાળી તો તારી - એકવાર...
અદીઠ હાથે કરતી આવી છે, કરતી રહી છે કામ તો તારી - એકવાર...
કોઈ રહે, તારું કે ના તારું, રહી છે સદાયે એ તો તારી - એકવાર...
પાટે ચડાવે સદાયે એ તો, પાટે ઊતરી ગયેંલી ગાડી તારી - એકવાર...
કોઈ ભલે સાંભળે ન સાંભળે, સદા સાંભળી એણે વાત તારી - એકવાર...
રાખીશ ભરોસો તું એના પર, તૂટવાં ન દેશે હિંમત તારી - એકવાર...
ચૂકીશ રાહ જ્યારે જ્યારે તું, બનશે એ તો રાહબર તારી - એકવાર...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)