જનમધારી જીવ તો, જગમાં ગોથાં ખાય રે
છે પ્રારબ્ધ કે માયાનું બળ ઝાઝું, એ ના કહેવાય રે
પુરુષાર્થને પણ, બંને, તો ગોથાં ખવરાવી જાય રે
પ્રારબ્ધ જ્યાં ખેંચે ઝાઝું, પુરુષાર્થ નબળો બની જાય રે
પુરુષાર્થ તો પ્રારબ્ધ ઘડશે, છે પ્રારબ્ધ તો એને હાથ રે
પ્રખર પુરુષાર્થ પ્રારબ્ધ બદલશે, શંકા એમાં ન રાખ રે
રહેવા ના દેશો કોઈ પાસું નબળું, દેજો બંનેને યોગ્ય સ્થાન રે
યોગ્ય રીતે ઘડાતું જાશે, થાશે ત્યારે તો ઉત્પાત રે
યુગો યુગોથી ચાલી રસાકસી, ના એ તો બદલાય રે
સમજી વિચારી કરજો પુરુષાર્થ, પ્રારબ્ધ જાશે બદલાઈ રે
એક બીજાના સાથ વિના, જીવન તો અધૂરું લેખાય રે
જનમોજનમથી તો જીવ, જગમાં તો ગોથાં ખાય રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)