મૂક્યો જ્યાં મેં હાથ મારો, મારા હૈયા ઉપર
લો ધડકન હૈયાની, ખૂબ ધડકી ઊઠી (2)
ના સહી શક્યું ભાર હૈયું, એ કર્મોનું રે (2)
ભાવ તણા એ પ્રદેશને, સમજણ કર્મની ના પડી રે (2)
કોમળતા હૈયાની, કઠોરતા કર્મોતણી ના સહી શકી રે (2)
પિંજરાની દીવાલ તો ત્યાં ના તૂટી શકી રે (2)
સ્વીકાર ના થાતા, સંઘર્ષની ઘડી તો જાગી ગઈ રે (2)
કર્મો ભાવનો સાથ ઢૂંઢી રહ્યો, ભાવના ખળભળી ઊઠી રે (2)
ભાવમાં જ્યાં કર્મો ભળી ગયા, જગ સુંદર બનાવી ગઈ રે (2)
ભાવ ને કર્મો ચડયા પ્રભુ ચરણે, દ્વાર મુક્તિના ખોલી ગઈ રે (2)
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)