સાત પાતાળે જઈને બેસો, ભાગ્ય તારું ત્યાં ભી પહોંચશે
લોખંડની દીવાલમાં ભી પુરાયે, દેવું હશે પ્રભુ એ ત્યાં ભી દેશે
ઊંચે પહાડેથી ભી પડશે, બચાવવો હશે પ્રભુએ તો ત્યાં બચાવશે
કરશો મનના કોઈ ખૂણે વિચાર ખોટો, પ્રભુ એ ભી જાણી જાશે
જાગશે હૈયામાં કોઈ ભાવ જો ખોટો, પ્રભુથી અજાણ ના એ રહેશે
કરશો જગમાં જે કર્મો, નોંધ પ્રભુના ચોપડે એની તો થાશે
ઝીલજો હૈયામાં સદા, વહે જગમાં ખૂણે ખૂણે પ્રભુનો જે સંદેશો
સર્વમાં છે રે પ્રભુ, સર્વ કર્મોને અર્પણ પ્રભુના ચરણે કરશો
મોત તો છે હાથ પ્રભુના, એના હાથને જીવનમાં ના અવગણશો
ભક્તિ છે રે અમૃત પ્રભુનું, ભરી ભરી જીવનમાં તો પીજો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)