રે, જગકર્તા કાર્યો કરતો રહે, ના આરામ એ તો માગે છે
કર્મો સદા તું કરતો રહે, કર્મોથી શાને તું ભાગે છે
રાખે ના ભેદભાવ હૈયે કદી, ભેદભાવ તું શાને રાખે છે
કર્મોમાં સદા તું ગુંથાયેલો રહે, આરામ તું શાને ચાહે છે
કરતા કાર્યો એ નિર્લેપ રહે, કર્મો શાને તું બાંધે છે
માન અપમાને વિચલિત ન થાયે, વિચલિત તું શાને થાયે છે
ધાર્યું એનું થાયે જગમાં, ના અહં એ તો ધરાવે છે
મળતાં સફળતા થોડી તને, અહંમાં શાને સરકી જાયે છે
શક્તિશાળી છે એ તો, બડાશ ના એની એ હાંકે છે
મળતા શક્તિ થોડી તને, પ્રદર્શનમાં તું શાને રાચે છે
સર્વગુણ સંપન્ન છે રે કર્તા, સહુ એના તો સંતાન છે
કરશો ગ્રહણ એના ગુણો, વારસો એનો એ દીપાવે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)