દીવડો પ્રગટાવો, દીવડો પ્રગટાવો, હૈયે દીવડો પ્રગટાવો
કર્મો કેરું કોડિયું બનાવી, શ્રદ્ધા કેરું તેલ પૂરી, હૈયે દીવડો પ્રગટાવો
ભાવ કેરું લીંપણ લીપી, દીવડો તો સ્થાપો, હૈયે દીવડો પ્રગટાવો
વિશુદ્ધ કેરી વાટ કરી, તેજ એનું રેલાવો, હૈયે દીવડો પ્રગટાવો
ભક્તિ કેરી વાટ બનાવી, માયાથી બચાવો, હૈયે દીવડો પ્રગટાવો
ચિંતા ને શંકા કેરો કચરો હટાવી, હૈયે દીવડો પ્રગટાવો
લોભ-લાલચના કાંટા ને પથ્થરા કાઢી, હૈયે દીવડો પ્રગટાવો
તોફાનમાં હચમચી, એને એમાંથી બચાવો, હૈયે દીવડો પ્રગટાવો
અનોખા આ દીવડાનું તેજ, જીવનમાં રેલાવો, હૈયે દીવડો પ્રગટાવો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)