દ્વાર માનવના માનવ માટે કદી બંધ રહ્યા છે
દ્વાર પ્રભુના તો, સહુના કાજે તો સદા ખુલ્લા છે
પાપ આચરતા રહી, પાપીને માનવે ધુતકાર્યા છે
નિષ્પાપ પ્રભુએ તો, પાપીને ભી સુધાર્યા છે
સુખે, કદી દુઃખે ભી માનવ, પ્રભુને તો ભૂલ્યા છે
પ્રભુએ સર્વને બાળ જાણી, યાદ સદા રાખ્યા છે
માને ન માને, સહુને પ્રભુએ એકસરખા સત્કાર્યા છે
માનવને સત્કાર ઘટતા, મગજ તેના ફાટયા છે
થોડું કર્મો કરતા, માનવ અહંમાં તો ડૂબ્યા છે
સર્વકર્તા રહીને, પ્રભુ, સદા નિરાભિમાની રહ્યા છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)