એક સાંજ સોનેરી ઊગી ગઈ, કાજળઘેર્યા આકાશે કિરણ સોનેરી દઈ ગઈ
થાક દિનભરનો એ તો, પળભરમાં દૂર એ કરી ગઈ
મૂંઝાતા મનડાંને, પ્રકાશ અનેરો એ તો દઈ ગઈ
નિરાશાની ઊંડી ગર્તામાં પણ, કિરણ આશાનું ફેંકી ગઈ
શ્રદ્ધાના ડગમગતા દીપકને, આજે સ્થિર એ કરી ગઈ
દૃષ્ટિમાં આવેલી ઝાંખપને, તેજ અનેરું એ દઈ ગઈ
શિથિલ થાતા યત્નોને, તાજગી અનેરી એ ભરી ગઈ
નિરાશ થયેલા હૈયામાં, ભરતી ઉમંગની એ ભરી ગઈ
ડગમગતા મારા પગમાં તો, શક્તિ અનેરી એ ભરી ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)