કહ્યો કુંભાર ગધેડે ના ચડે, હાર્યો ચડી જાય
મન ‘મા’ ના ચરણમાં ના જાયે, થાકી ત્યાં પહોંચી જાય
આપો સલાહ મૂરખને ઘણી, પથ્થર પર પાણી ફેરવી જાય
સંજોગો સમજાવે થોડું, પસ્તાવો તો એ ધરી જાય
ના ચાલશે હોશિયારી ભાગ્ય પાસે, લખ્યું હોય એમાં તે થાય
કૃપા ઊતરે જ્યાં ‘મા’ ની, ભાગ્ય એ તો પલટાવી જાય
કરતા કરતા ભેગું પુણ્ય થોડું, ડુંગર તો એનો બની જાય
કરતા ભેગું પાપને એવી રીતે, હટાવવું મુશ્કેલ થઈ જાય
વાક્ય શરૂ કરતા કરતા, ધારા એની શરૂ થઈ જાય
મૌનમાં પ્રવેશતાં ધીરે ધીરે, ચિત્ત પણ મૌન બની જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)