બગડી ગઈ છે મુજથી, મારા જીવનની બાજી રે માડી
સુધારવી એને, હવે તો છે, હાથમાં રે તારી
નાચ્યો ખૂબ અહંમાં, જીવનમાં રે મારી માડી
ચૂકવવી પડી છે કિંમત તો એની આકરી
રહ્યો નિશાના તેજે અંજાઈ, પ્રકાશ દીધો ત્યાગી
હવે સત્યપ્રકાશે, છે લાવવું રે માડી, છે હાથમાં તારી
બન્યા છે મુશ્કેલ શ્વાસો મારા, છે શ્વાસે-શ્વાસે માયાભરી
કરજે રાહત શ્વાસોમાં મારી, યાદ ભરવી છે તારી
દૃશ્ય જગત, દૃષ્ટિમાં વસી, રહ્યું છે ઊંડું તો ઊતરી
તારા દર્શનને રે માડી, રહ્યું છે મુશ્કેલ તો બનાવી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)