ખોઈ બેસશો મીઠાશ જ્યાં હૈયાની, આંકશો કિંમત જો ખોટી આવડતની
જંગ જીવનનો તો જાશો ત્યાં તો હારી
દેશો આળસને જીવનમાં જો ઉત્તેજી, લેશો આડંબરને જો સ્વીકારી – જંગ…
ગણતરી માંડયા કરશો જો ખોટી, પકડશો દિશાઓ જ્યાં ઊલટી – જંગ…
કુંદનની કિંમત ના કરી, લેશો ગિલીટનું પીત્તળ તો અપનાવી – જંગ…
ડર હૈયાનો દેશો જો ના હટાવી, બેસશો હિંમત તો જો હારી – જંગ…
મળતાં સાથને દેશો હડસેલી, નથી એકલા લડવાની શક્તિ તારી – જંગ…
તોફાનમાં ડગમગી જાશે ચાલ તારી, સ્થિરતા દેશે એમાં જો તું ગુમાવી – જંગ…
નથી ખબર ચાલશે જંગ ક્યાં સુધી, અધવચ્ચે જાશે તો જો તું થાકી – જંગ…
જંગ હારીશ ના તું તો કદી, લઈશ પ્રભુનો સાથ જંગ તું સ્વીકારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)