જે-જે દૂર છે, એ તો યાદ આવી જાય છે, જે પાસે છે એ ભુલાઈ જવાય છે
મેળવ્યું ને જાણ્યું જગમાં તો ઘણું, ઓળખ ખુદની તો રહી જાય છે
વહે જળ તો નદીમાં રે ઘણું, તોય નદી તો તરસી રહી જાય છે
ઊગે અનાજ ધરતીમાં તો ઘણું, ખુદ ધરતી તો ભૂખી રહી જાય છે
દીપક તો પ્રકાશ દે છે ઘણા, અંધકાર તો નીચે રહી જાય છે
મનને તો કરો જ્યાં મજા ઘણી, અરે ત્યાં એ તો દોડી જાય છે
બાળકના નિર્દોષ હાસ્યમાં તો, જગમાં પ્રભુ તો હસતા દેખાય છે
નિર્મળતાની જ્યોત જલી જ્યાં, વાસ પ્રભુનો તો ત્યાં વરતાય છે
પ્રભુ તો ના દૂર છે, ના પાસે છે, તેથી મનડું અમારું બહુ મૂંઝાય છે
પ્રભુ વિના નથી હસ્તી અમારી, હસ્તી અમારી તુજમાં સમાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)