છું પ્યાસો ને પ્યાસો રે માડી, એક બૂંદનો તો તારો
રહ્યો છું અટવાઈ તો અંધકારે, પ્રકાશનું એક કિરણ તો આપો
જીવનશક્તિ આપો રે એવી, માગવાનો ન આવે, દયાનો વારો
રહી છે શક્તિ અમારી તો તૂટતી, શક્તિ વધુ, અમારી ન માપો
રહ્યા છીએ જગમાં અમે તો ભટકતા, ભટકતા હવે અમને ન રાખો
સહી નથી શક્તું, હૈયું અમારું હવે તો, સંસાર તાપ તો તારો
પ્રેમનું બિંદુ પાજો એવું તો હૈયે, પ્રેમનો છોડ હૈયે અમારા ઉગાડો
દીધા જનમ ખૂબ જગમાં તો અમને, જનમફેરા અમારા, હવે તો ટાળો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)