પડયા પગલાં તો જે-જે માયામાં, પ્રભુથી દૂર એ તો લઈ જાય છે
વળ્યાં તો પગલાં જે-જે પ્રભુ તરફ, પાસે ને પાસે પ્રભુને તો લાવે છે
કરતા રહ્યા વિચારો જ્યાં માયાના, પ્રભુને દૂર એ તો રાખે છે
રહ્યા સ્થિર તો જ્યાં પ્રભુના વિચારોમાં, પ્રભુને પાસે એ તો લાવે છે
જાગતા રહ્યા જ્યાં ભાવ સંસારના, પ્રભુથી એ તો દૂર લઈ જાય છે
રમતા રહ્યા જ્યાં ભાવો પ્રભુમાં, પ્રભુમય એ તો બનાવે છે
મન પ્રભુમાં તો જ્યાં લાગ્યું, સ્થિર બન્યું એમાં, શાંતિ એ તો લાવે છે
દુર્ગુણે જ્યાં ડૂબતા રહ્યા, પ્રભુને એ તો દૂર ને દૂર રાખે છે
બંધનોથી બંધાયા તો જ્યાં જગમાં, ના એ તો મુક્તિ આપે છે
થયાં જ્યાં મુક્ત બંધનોથી, મુક્તિ ત્યાં તો દોડી આવે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)