દીધું છે જીવન તને તો જેણે જગમાં, એનો સદાયે તું છે
કણ-કણ ને અણુ-અણુમાં તો તારા, એ તો રહેલો છે
ફેરવ નજર જગમાં બધે, ત્યાં પણ તો એજ રહેલો છે - કણ...
તારા તનમાં ભી તો એ જ છે, તારા મનમાં પણ એ વસે છે - કણ...
જ્યાં વસે છે એ તુજમાં, આવે જો ઉપાધિ, સમજદારીમાં પણ એ જ છે - કણ...
વહાલનાં તાતણાં તારા, પ્રેમના કુંજનમાં તો તારા, એ જ છે - કણ...
વિરાટમાં પણ એ જ છે, વામનમાં પણ એ જ છે - કણ ...
બુદ્ધિમાં પણ તો એ જ છે, સમજણમાં પણ એ જ છે - કણ...
જડમાં પણ એ જ રહેલ છે, ચેતનમાં પણ તો એ જ છે - કણ...
પ્રકૃતિમાં ભલે ભેદ છે, પણ પ્રકૃતિમાં પણ એ જ છે - કણ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)