રહેવાસી નથી કાયમનો હું તો જગમાં રે, છું જગનો હું તો એક પ્રવાસી રે
આવ્યો હું ફરતો ફરતો આ જગમાં રે, બન્યો હું આ તનનો તો નિવાસી રે
મળ્યો જ્યાં પ્યાર, થયો ત્યાં હું ઠરીઠામ, છું હું તો પ્રેમનો તો પ્રવાસી રે
લાવ્યો ભાથું, જગમાં ખૂટતું ચાલ્યું રે, બન્યો જગમાં જ્યાં હું વિલાસી રે
ધાર્યું જગમાં, બધું તો ના થાતું રે, બન્યો ત્યાં તો હું ઉદાસી રે
સુખદુઃખનો અનુભવ કરતો રહ્યો રે, બન્યો જ્યાં એનો હું સહવાસી રે
કાયાના કામણ તો એવા લાગ્યા રે, બન્યો હું તો કાયાનો કારાવાસી રે
દુર્ગુણો ને સદ્દગુણોને રહ્યો સમાવતો રે, રહ્યો ના હું તો પ્રભુમાં વિશ્વાસી રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)