થાકી ગયો છે, થાકી ગયો છે તું, થાક તારો હવે તો ઉતાર
જનમ-જનમથી રહ્યો છે ફરતો, હવે આ માનવ જનમ તારો સુધાર
રહ્યો છે ચડાવતો ભાર જનમથી, ચડાવતો રહ્યો છે ભારના ભાર
બને તો એક સાથે ઉતાર, નહીંતર તો એક એક કરીને ઉતાર
ભાર તારો તો વહન કરવો પડશે તારે, સમજીને હવે તો ઉતાર
બનજે કૃપણ તું ભાર ચડાવવામાં, બનજે ના એમાં તો ઉદાર
થાક લાગ્યો એનો, તોય ના સમજ્યો, બન હવે તો તું સમજદાર
કરજ તો છે તારે માથે તો પ્રભુનું, સમજીને હવે તો એ ઉતાર
જનમ વીતતો જાશે રે વૃથા, બન હવે તારા જનમનો જાણકાર
ઉતારી થાક તારા જનમજનમના, પહોંચ હવે તો તું પ્રભુને દ્વાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)