ક્યારે કોણ કરશે રે શું, ના કોઈ જલદી એ તો કહી શક્યું
સદા સંજોગો રહે તો બદલાતાં, સંજોગ બધું બદલતું તો રહ્યું
ચાહે ને માગે સહુ જીવનમાં કાંઈ, જીવનમાં તો જુદું કરવું પડ્યું
જોઈએ ને કરે સહુ કોશિશ, જીવનમાં બહુ ઓછું તો મળ્યું
રચાતી રહેશે જીવનમાં તો કહાની, કોણે, ક્યારે તો શું કર્યું
હોયે સંજોગો સરખાં, રહે વર્તાવી જુદા, સહુએ તો જુદું-જુદું કર્યું
સંજોગો ઘડતો રહ્યો માનવને, માનવે તો એમાં ઘડાવું પડ્યું
લેવા હતા સજોંગોને તો કાબૂમાં, સંજોગો તો કાબૂ લઈ ગયું
લીધા સંજોગોને તો જેણે કાબૂમાં, પ્રગતિ એ તો કરતું રહ્યું
છે મંઝિલ અંતિમ પ્રભુદર્શનની, સર એ તો કરી ગયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)