ક્ષણભંગુર તનડું લઈ, ક્ષણભંગુર ક્ષણો મેળવી, માનવ જગમાં રમત રમતો આવ્યો છે
બન્યો છે રમત રમવામાં મસ્ત એ તો એવો, ખ્યાલ ક્ષણનો તો એને આવ્યો છે
ક્ષણો રહી તૂટતી ને છૂટતી, રહી નવી મળતી, ખૂટશે ક્યારે એ, ના ખ્યાલે એ તો રાખ્યો છે
લઈને મૂડી કર્મોની તો સાથમાં, ચાલ એની, એનાથી ચાલતો આવ્યો છે
છોડતો ને બાંધતો રહ્યો, ગાંઠો કર્મોની, જીવનમાં રમત એ, એ રમતો આવ્યો છે
રહી મૂડી કર્મની તો વધતી, ગઈ મૂડી ક્ષણની ખૂટતી, ના ખ્યાલ એણે આ રાખ્યો છે
મળ્યો માનવ દેહ, મૂડી કર્મની તો ખર્ચી, ખ્યાલ એ તો આ ભૂલનો આવ્યો છે
લાવ્યો છે ફરતું રે મનડું એ તો સાથે, ફરતું ને ફરતું એને એ રાખતો આવ્યો છે
આવ્યો જ્યાં જગમાં, રોકવા ગતિ કર્મની, કર્મમાં સદા એ તો ડૂબતો આવ્યો છે
કરવું છે શું, કરતો આવ્યો છે શું, સદા એ તો આ, ભૂલતો આવ્યો છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)