રહેજો-રહેજો રે, રહેજો માવલડી મારી નજરમાં, વસજો મારા હૈયામાં
થાક્યા હશો તમે, ફરી-ફરીને તો જગમાં, કરજો વિરામ અમારા હૈયામાં
વરસાવીશ પ્રેમતણો વરસાદ રે, નહાજો રે માડી, એમાં આનંદમાં
ધરાવીશ તમને ભાવતણા ભોજન રે, આરોગજો તમે એને પ્યારમાં
દઈશ તમને મીઠા મુખવાસ રે, સ્વીકારજો તમે એને તો વહાલમાં
દઈશ તમને વહાલભર્યો ઢોલિયો રે, કરજો આરામ તમે આનંદમાં
છોડી ઝંઝટ જગની તો બધી રે, રહેજો તમે તો ત્યાં આનંદમાં
વિતાવશું સમય ત્યાં આપણે રે, આપણે તો આપણી વાતમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)