છે તું તો કેવો, પહોંચ્યો છે જીવનમાં તું ક્યાં, જીવન તારું એ તો કહી દેશે
વિચારો છે તારાં તો કેવા, રાખ્યા હશે ભલે છુપા, જીવન વ્યક્ત એ કરી દેશે
વૃત્તિઓ રાખી હશે ભલે છૂપી, જીવન એને તો ખુલ્લી કરી દેશે
છે તું મૂંઝાયેલો કે માર્ગ ભૂલેલો, જીવન તારું એ તો બતાવી દેશે
છે તું તો સાચો કે છે ખોટો તું જીવનમાં, જીવન તારું એ તો કહી દેશે
છે તું વિશ્વાસમાં રહેતો કે વિશ્વાસે તૂટતો, જીવન તારું એ બતાવી દેશે
છે જીવન તારું કેવું, કયા રસમાં છે ડૂબેલું, જીવન તારું એ તો કહી દેશે
મળ્યા છે માર તો જીવનમાં, કે મળી છે સફળતા, જીવન તારું એ તો બતાવી દેશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)