મીઠી જબાન તો જગમાં લાગે સહુને પ્યારી, રાખ એની તો તું તૈયારી
સહુ કોઈ તો સેવા ચાહે, સેવાથી તો સહુ રાજી થાયે, રાખ એની તો તું તૈયારી
પ્રેમભર્યો સત્કાર તો દે, દ્વેષ હૈયેથી હટાવી, રાખ એની તો તું તૈયારી
ચાહે છે શાંતિ જગમાં તો સહુ હૈયાની,રાખ એની તો તું તૈયારી
જોઈતું નથી કોને માન જગમાં, દે અન્યને હૈયેથી તું માન, રાખ એની તો તું તૈયારી
મળતું નથી કાંઈ કષ્ટ વિના, દે સહુને તું આરામ, રાખ એની તો તું તૈયારી
સાથ તો સહુને જોઈએ, બનજે તું સહુનો સાચો સાથી, રાખ એની તો તું તૈયારી
ભૂખ સહુને તો લાગે છે, ગણજે ભૂખ એને તું તારી, રાખ એની તો તું તૈયારી
ગણ્યા પ્રભુએ સહુને પોતાના, ગણજે સહુને તું તારા, રાખ એની તો તું તૈયારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)