આવે ભલે તુફાન તો જીવનમાં
હિંમતથી તું આગળ વધતો જા, તું આગળ વધતો જા
પડે ચડવા ભલે કપરાં ચડાણ
ધીરજથી રે, તું આગળ વધતો જા, તું આગળ વધતો જા
મળે ભલે તપતી રેતી, મળશે શીતળ છાંયડો ક્યાંક
તું આગળ વધતો જા, તું આગળ વધતો જા
તરસે સુકાશે તારું ગળું, મળશે ના પાણી ક્યાંય
તું આગળ વધતો જા, તું આગળ વધતો જા
ખાડા-ટેકરા રોકશે રાહ તારી, કરી પાર એને રે તું
તું આગળ વધતો જા, તું આગળ વધતો જા
મળશે ના કોઈ સાથી કે સંગાથી, એકલો પડશે ચાલવું તારે
તું આગળ વધતો જા, તું આગળ વધતો જા
ઝાડી ને ઝાંખરા, પડશે હટાવવા તો તારે
તું આગળ વધતો જા, તું આગળ વધતો જા
તૂટે ભલે તનડું તારું, જોજે તૂટે ના તારું મનડું રે
તું આગળ વધતો જા, તું આગળ વધતો જા
જો ના રાહ તું સાથની, રાહે-રાહે તું ચાલતો જા રે
તું આગળ વધતો જા, તું આગળ વધતો જા
છે અંતિમ ધ્યેય તારું પ્રભુ, પડશે એની પાસે પહોંચવું
તું આગળ વધતો જા, તું આગળ વધતો જા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)