આજ નહીં તો કાલ (2) મળ્યા વિના તને તો હું નથી રહેવાનો
કર લાખ યત્નો ભલે તું તારા, મારાથી જુદો નથી તને રહેવા દેવાનો
હરેક પળે આવશું નજદીક જ્યાં આપણે, મળ્યા વિના છૂટકો તારો નથી થવાનો
કર્યા હશે ગુનાઓ ઘણા મેં જીવનમાં, બધા હું ભૂલી જવાનો, તને એ ભુલાવી દેવાનો
કરજે ખેંચતાણ ઘણી, ભલે તું તો ઘણી, આખર ખેંચ્યા વિના તને નથી રહેવાનો
મૂકીશ અડચણ ભલે તું જીવનમાં, પાર કર્યા વિના એને નથી હું રહેવાનો
કર્યા ધમપછાડા ભલે મેં ઘણા જીવનમાં, તારા ધમપછાડામાં નથી હું નમી જવાનો
પળ ભલે છે ઓછી મારા જીવનમાં, છે પળોનો ખજાનો પાસે તો તારી
પળ હશે જેટલી પાસે તો મારી, વધુ પળો તારી પાસે નથી હું માંગવાનો
વિંટીશ ભલે જાળ માયાની, તું આસપાસ મારી, એક એક મણકા એના હું છોડવાનો ને તોડવાનો
છું હું કુંદન કે કથીર, કોશિશ નથી એ જાણવાની કે કરવાનો, પણ તારી કસોટીમાંથી પાર હું પડવાનો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)