જરૂરિયાતે જીવનમાં રે, જગમાં ઇન્સાનને તો જગાડી દીધો
રહ્યો જીવનભર ભટકતોને ભટકતો, જરૂરિયાતે પુરુષાર્થી એને બનાવી દીધો
તૂટતા વિશ્વાસના તાંતણાને, જરૂરિયાતે મજબૂત એને બનાવી દીધો
બેજવાબદારીને જરૂરિયાતે જીવનમાં, જવાબદાર તો બનાવી દીધો
જરૂરિયાતે ઇન્સાનને જીવનમાં રે, જગમાં તો, શું નો શું બનાવી દીધો
જરૂરિયાતે ઇન્સાનના જીવનમાં, ધારા હિંમતની હૈયે વહાવી, હિંમતવાન બનાવી દીધો
જરૂરિયાતે જીવનમાં જગનો, કરડા ઇન્સાનને પણ કૂણો બનાવી દીધો
હસતાને હસતા રહેતા ચહેરાને પણ, જીવનમાં જરૂરિયાતે તો રડાવી દીધો
જરૂરિયાતે જીવનમાં તો વિશ્વાસુને પણ, જીવનમાં શંકાશીલ તો બનાવી દીધો
રાખી ના ઓછી જરૂરિયાતો જેણે જીવનમાં, જીવનમાં ઉપાધિમાં એને તો નાંખી દીધો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)