મળે છે સૂર્યપ્રકાશ જગમાં તો સહુને, ચોવીસ કલાક કોઈને મળતો નથી
આવે ભરતી સાગરમાં તો સદા, કાયમ ભરતી તો હોતી નથી
જાગે ને શમે ભાવો તો હૈયામાં, કાયમ એ તો ટકતા નથી
તાપ ને છાંયડો મળે રે જીવનમાં, કાયમ એ કાંઈ રહેતા નથી
સુખદુઃખની છે જોડી રે એવી, કાયમ એ કાંઈ ટકતી નથી
સાથીદાર ભલે મળે જીવનમાં, નજર સામે કાયમ કોઈ રહેતા નથી
મળ્યું છે ધબકતું હૈયું તો જીવનમાં, કાયમ કાંઈ ધબકતું રહેવાનું નથી
તોફાન તો આવે, તોફાન તો શમે, કાયમ તોફાન તો કાંઈ રહેતું નથી
કર્મો રહે સદા બદલાતા, કર્મો કાયમ તો કાંઈ રહેતા નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)