કરી કોશિશો સમજવા ઘણી જીવનમાં તો પ્રભુને રે
રે પ્રભુ તો ના સમજાયા રે, એ તો ના સમજાયા રે
પડી પહોંચ બુદ્ધિની તો ટૂંકી, સમજણના દ્વારે પહોંચાડી ના શકી - રે...
લીધા ભાવોના તો સહારા, ઊણપ કરી ના શક્યા એ તો પૂરી - રે...
કરી કોશિશ જાણવા મનથી, ના મનને શકયો તો બાંધી - રે...
કરી કોશિશ જાણવા કર્મથી, ના ઉકેલી શકયો ગૂંથણી તો કર્મની - રે...
કરી કોશિશો જાણવા જ્ઞાનથી, શંકાઓએ બાધા એમાં નાંખી - રે...
ત્યજ્યાં ના યત્નો જાણવા એને, ધીરજે દ્વાર સુધી પહોંચાડયા - રે...
જ્યાં ભાવ જાગ્યા સાચા, શંકાઓ છૂટી, દ્વાર સમજણના ખોલ્યાં - રે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)