આવી વસ્યા અમારા હૈયે, તમે રે માતા, ધન્ય ભાગ્ય અમારા જાગ્યા છે
હર્યા અમારી દૃષ્ટિના જ્યાં તમે વિકાર રે, ધન્ય ભાગ્ય અમારા જાગ્યા છે
સમજાયું જીવનમાં જ્યાં સંસાર અસાર છે, ત્યાં ધન્ય ભાગ્ય અમારા જાગ્યા છે
મિટાવતી રહી અમારા હૈયાના દુર્ભાવ રે, ત્યાં ધન્ય ભાગ્ય અમારા જાગ્યા છે
દીધી તેં ઝઝૂમવા જીવનમાં, શક્તિ અપાર રે, ત્યાં ધન્ય ભાગ્ય અમારા જાગ્યા છે
દીધા અનુભવ એવા, છે તું સાથ ને સાથ રે, ત્યાં ધન્ય ભાગ્ય અમારા જાગ્યા છે
કરતી રહી અમારી શંકાનું નિવારણ તો જ્યાં, ત્યાં ધન્ય ભાગ્ય અમારા જાગ્યા છે
દેતી રહી તારી કૃપાના તો અણસાર રે, ત્યાં ધન્ય ભાગ્ય અમારા જાગ્યા છે
દે છે લક્ષ્ય અમારા પર તારું, રાખવા લક્ષ્ય અમારું રે, ધન્ય ભાગ્ય અમારા જાગ્યા છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)