જેવું જેનું પાત્ર, તેવું તેટલું, તે તો જગમાં રે પામે
કર્મનું પાત્ર સહુ લાવ્યા છે રે, જગમાં તો સાથે ને સાથે - જેવું...
રચ્યું છે રે પાત્ર જ્યાં કર્મોએ જેવું, એવું એ તો સાથે લાવે - જેવું...
પુરુષાર્થ તો પાત્ર તો નવું રચે, જીવનમાં જો એ ના ચૂકે - જેવું...
પાત્ર પ્રમાણે જ્યાં અપેક્ષા વધે, તકલીફ જીવનમાં એ ઊભી કરે - જેવું...
નાના મોટા પાત્ર તો સહુ જીવનમાં તો સાથે લાવે - જેવું...
અપેક્ષાઓ સુખદુઃખની કડી સર્જે, ધીરે ધીરે હૈયે જ્યાં એ જાગે - જેવું...
સુખદુઃખની તો જગમાં સીમા નથી, અપેક્ષાની સીમા ના જો બાંધે - જેવું...
સોંપી દો પાત્ર તમારું તો પ્રભુને, પાત્ર એ તો સંભાળી લેશે - જેવું...
વધારી વધારી યોગ્યતા તમારી, પ્રભુ બધું તો જગમાં દેતા જાશે - જેવું...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)