કરી કસોટી જીવનમાં, અમારી રે પ્રભુ, કરો યત્નો અમને તમે સુધારવાના
ઊતરીએ ઊણા જ્યાં કસોટીમાં તો તારી, કસોટીમાં અમે તો તૂટી જવાના
ફૂલીને બહુ ફરીએ અમે તો જીવનમાં, તારી કસોટીમાં, છક્કા અમારા છૂટી જવાના
આંકી કિંમત તો ખોટી, રાચતાં અમે એમાં, કસોટી વાસ્તવિક્તાના સમજાવી જવાના
ચડે નજરમાં તારી, ખામી અમારી જ્યાં, કસોટી અમારી તમે તો કરવાના
ખામી રહિત રહ્યા નથી તો અમે, ખામીએ ખામીએ કસોટી તમે તો કરવાના
વિશુદ્ધતાની સીડી તો છે કસોટી, અમને એના ઉપર તમે ચડાવતા રહેવાના
લેવા કસોટી સહુ જલદી તૈયાર થાયે, દેવા તો એને સહુ કોઈ ખચકાવાના
દઈ નામો જુદા જુદા એને જીવનમાં, સહુ કોઈ તો દેવાના ને લેવાના
પ્રભુ અટકી નથી કસોટી તો તારી, તમે તો જીવનમાં લેતા ને લેતા રહેવાના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)