છે રાહની રાહ તો ત્યાંની ત્યાં, રહ્યો છે રાહે રાહે તો તું ચાલતો
કાં ચૂક્યો છે રાહ તું તો તારી, કાં રહ્યો છે રાહ તો તું બદલતો
છે ધ્યેય તો ત્યાં નું ત્યાં, કાં લાવ્યો છે તું પાસે, કાં દૂર ને દૂર રહ્યો છે તું રાખતો
રાખી લક્ષ્યમાં એને તો સદા, કાં રહ્યો છે એને તો ભુલાવતો
રહ્યો છે સૂર્ય સદા તો પ્રકાશતો, રાખી રહ્યો છે ગ્રહોને આસપાસ ઘુમાવતો
રહ્યો છે સમય તો વહેતો ને વહેતો, રહ્યો છે યાદ એની તો અપાવતો
છે તું તો ત્યાં ને ત્યાં, નથી તું ચાલતો રહ્યો, છે સમય તને તો ચલાવતો
છે લાચાર તો તું, નથી કાંઈ તો તું કરતો, રહ્યું છે ભાગ્ય તને તો કરાવતો
છે પ્રભુ તો આસપાસ ને બધે, તોય દૃષ્ટિમાં નથી એ તો આવતો
ગોતી ના શકીશ એને જો તું તુજમાં, ફાંફાં ખોટાં ના બીજે તો તું મારતો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)